કાવ્ય જગત / ગઝલ /દુહા તેમજ ગણું બધું છે હા કે ભાઈ...........

વાર્તા 

રાજાની ઉદારતા


રાજા શિબિ મહાન શાશક હતા.તેઓ ખ્બ જ દયાલુ હત.રાજ્યની પ્રજાને પોતનાસંતાનોની જેમ પ્રેમ કરતા.પ્રણીઓ પન તેમ્ને બહુ વહાલા.જરુરરિયાતવાલે કોઇ પન વ્યક્તી તેમ્ની મદદ લિધા વગર પાછે ન જતે.તેથી જ તેમ્ની ખ્યતી દુર શુધે ફેલાઈ હતી.
એકા દિવસની વાત ચી.રજા શેબે દરબાર ભરેને બેથા હતા.અચાનકા એક કબુતર ઉદ્તુ-ઉદ્તુ દરનબારમાં આવી પહોંચ્યું.તે રજાના ખોલામા બેથું.બહુ ગભરાયેલું હતું.તેને કહુયું,'હે રાજન,મરા દુશમન મને બચાવો.મને મરે નખવા મતે એ મરે પચલ પદ્યો ચી.' રાજા એ કહ્યું,'હે પ્રિયે પંખી ડરીશ નહિ.અહી તરે ભય રખવાની જરુ ર નથિ.'
કબુતર પાચલ પદેલું બાજ આવે પહોંચ્યું.રાજાએ કબુતર ને આપેલું વચન તે શભલી ગયો હતો.તેને ખ્યુ,'હું બહુ ભુખ્યો છુ.અને આ પંખી મારો ખોરાક છે.મારો ખોરાક ખાતા તમારે મને ના રોકવો જોઈઅ.પંખીઓ ના મામલામા તમારે દખલગિરી ના કર્વી જોઈએ. 
બાજની વાત સાભંળિ ને રાજએ કહ્યું,'તો પછે હું તરા મતે બીજા ભોજનની વ્યવસ્થા કરું.આ નાનાકડા પંખી કરતા એ મજેદાર હસે. બાજ કહે,'કબુતર જ મરો ખોરાક છે.મરે બિજુ ભોજેન નથી જોઈતું.
એ જ વખતે કબુતર અને બાજ અચાનક ગયબ થઈ ગયા.એ બંનેના સ્થાને ભગવાન પ્રગટ થયા અને કહ્યું,'હે રાજા અમે તો તમારી પરીક્સા લેવા આવ્યા હતા.તમરી દયાભાવના અને પરોપકારી વ્રુતી જોએને સાચે જ અમે પ્રસન્ન થયા છીએ.

રાજા શિબિએ પણ નમ્રતા થી માથું નમાવ્યું અને તેમનો આભાર માન્યો.


ગઝલ : ઊગવાનું છે :ગિરિરાજ પ્રેમ.......

યાદ છે? તારે શું થવાનું છે?
: ભીંત તોડી ને ઊગવાનું છે.
ફ્ક્ત આંખો સુધી જવાનું છે?
કે પછી એમાં ડૂબવાનું છે?
પાને પાને છે ઝેર પુસ્તકમાં,
પાને પાનું આ ચૂમવાનું છે.
જે છે એનું કશું જ મૂલ્ય નથી!
જે નથી એનું ઝૂરવાનું છે.
  

સ્હેજ આંખો હજી તું ખોલ ‘ગિરિરાજ ’!
આંસુને પાછું મૂકવાનું છે.

  • એમ થોડા અમે કંઈ 'હારી' જાશું ? 'ચાંદો' નથી તો શું થયું ? 'આગિયા'થી.. 'અંધારું' વટાવી જાશું !!


  • મુઠ્ઠી ભર હૈયું ને ખોબા ભર પેટ... મુદ્દા તો બે જ પણ કેટકેટલી વેઠ...


  • શબ્દો શરમાય ત્યારે શાયરી બની જાય છે .. !!
  • ગીત ગમગીન બને ત્યારે ગઝલ સર્જાય છે .. !!
         લાગણી અને પ્રેમ ની આ વાતો છે દોસ્તો .. !!
          પલળે તમારું હૈયું ત્યારે .. !! પ્રણય ની શરૂઆત થાય છે .. .. !!


  • मैंने हर रोज जमाने को रंग बदलते देखा है 
    उम्र के साथ जिंदगी को .. ढंग बदलते देखा है 
    वो जो चलते थे तो शेर के चलने का होता था गुमान 
    उनको भी पाँव उठाने के लिए सहारे को तरसते देखा है! 
    जिनकी नजरों की चमक देख सहम जाते थे लोग 
    उन्ही नजरों को बरसात की तरह रोते देखा है
    जिनके हाथों के जरा से इशारे से टूट जाते थे पत्थर
    उन्ही हाथों को पत्तों की तरह थर थर काँपते देखा है
    जिनकी आवाज़ से कभी बिजली के कड़कने का होता था भरम
    उनके होठों पर भी जबरन चुप्पी का ताला लगा देखा है
    ये जवानी ये ताकत ये दौलत सब कुदरत की इनायत है
    इनके .. रहते हुए भी .. इंसान को बेजान हुआ देखा है
    अपने आज पर इतना ना इतराना मेरे यारों
    वक्त की धारा में अच्छे अच्छों को मजबूर हुआ देखा है
    कर सको तो किसी को खुश करो दुःख देते तो हजारों को देखा है
  • इश्क मे जब एक परींदा रुठ गया,
    दुसरा तब उसे मनाने खुब रोया,
    एक ना सुनी उसने वो जिद पे अड गया,
    दुसरा यादो मे तब खुदको मिटाता गया,
    जब जब याद आती अपने पुराने दिनो की,
    वो कतरा कतरा खुन अपना बहाता गया,
    मोत जब आसान लगने लगे, वो जीता गया,
    तनहाइ का जहर वो अंदर ही पीता गया,
    इश्क पे अपने उसे यकीन कुछ अजीब था,
    उमीद पर ही वो उसका इंतजार करता गया,
    काश! लौट आये जिद्दी परींदा "अन्जान",
    वो आखीरी दम तक इंतेजार करता गया।

  • જે કંઈ શોધવું હોય તે છાનુંમાનું શોધ, ખોવાયું છે જે સુખ એનું સરનામું શોધ.ગમ તો ઘણાં ય પડ્યા છે જિંદગીમાં, ચાલ, આજે હસવાનુંકોઈ બહાનું શોધ.....!!

  • પગમાં મને આજે 'ય શું પથ્થર નથી મળ્યા ?
    નબળા મળ્યા, કાચા મળ્યા, નક્કર નથી મળ્યા.

    જાજો ઘવાયો છું તમારા પ્રેમમાં સખી,
    મારા હ્રદયને જાણે કે બખ્તર નથી મળ્યા.

    આ બાગનાં પુષ્પો તમે ચૂંટી શકો ગીરીશજી 
    કારણ કહું ? કાંટા હવે સધ્ધર નથી મળ્યા.
    કવિતા, ગઝલ રચવી હજું તારું 'ય કામ નથ,
    આવા ઘણાં રોગો હજી ઘરઘર નથી મળ્યા.

    મસ્જીદમાં શોધૂં અને મંદિરમા શોધુ છું,
    પૂથ્વીના હે માનવ,મને ઈશ્વર નથી મળ્યા.


  • किन लम्हों को भूलू किन्हें याद रखु ये सोचता हु अक्सर..
    .गर कुछ लम्हों ने सब कुछ दिया तो, कुछ ने सब ले भी लिया...!!

  • આપનું મુખ જોઈ મનમાં થાય છે,
    ચાંદ પર લોકો અમસ્તા જાય છે…
    જાગવાનું મન ઘણુંયે થાય છે,
    આંખ ખોલું છું તો સ્વપ્ના જાય છે…
    આપ શું સમજો હૃદયની વાતમાં?
    આપને ક્યાં દર્દ જેવું થાય છે…
    આંસુઓમાં થઈ ગયો તરબોળ હું,
    આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?
    દુ:ખ પડે છે એનો ‘આદિલ’ ગમ ન કર,
    ભાગ્યમાં જે હોય છે તે થાય છે…

जिन्दगी का एक ओर वर्ष कम हो चला,
कुछ पुरानी यादें पीछे छोड़ चला..
  • कुछ ख्वाईशैं दिल मे रह जाती हैं..
    कुछ बिन मांगे मिल जाती हैं ..
    कुछ छोड़ कर चले गये..
    कुछ नये जुड़ेंगे इस सफर मे ..
    कुछ मुझसे बहुत खफा हैं..
    कुछ मुझसे बहुत खुश हैं..
    कुछ मुझे मिल के भूल गये..
    कुछ मुझे आज भी याद करते हैं..
    कुछ शायद अनजान हैं..
    कुछ बहुत परेशान हैं..
    कुछ को मेरा इंतजार हैं ..
    कुछ का मुझे इंतजार है..
    कुछ सही है
    कुछ गलत भी है.
    कोई गलती तो माफ कीजिये और
    कुछ अच्छा लगे तो याद कीजिये।     

  •  તું વૃક્ષનો છાંયો છે, નદીનું તું મિત્ર છે.
    તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે.
    ઊઘડતા આકાશનો ઉજાસ છે:
    તું મિત્ર છે.
    તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે
    તું પ્રવાસ છે, સહવાસ છે:
    તું મિત્ર છે.
    તું એકની એક વાત છે, દિવસ ને રાત છે
    કાયમી સંગાથ છે:
    તું મિત્ર છે.
    હું થાકું ત્યારે તારી પાસે આવું છું,
    હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,
    હું તને ચાહું છું :
    તું મિત્ર છે.
    તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે
    તું અહીં અને સર્વત્ર છે:
    તું મિત્ર છે.
    તું બુદ્ધનું સ્મિત છે, તું મીરાનું ગીત છે
    તું પુરાતન તોયે નૂતન અને નિત છે:
    તું મિત્ર છે.
    તું સ્થળમાં છે, તું પળમાં છે;
    તું સકળમાં છે અને તું અકળ છે:
    તું મિત્ર છે..

  • દોસ્તી છે કુદરતનુ એક એવુ નજરાણુ,તૂટેલા સમ્બન્ધોનુ જાણે પુરે છે એ કાણુ, 
    દુ:ખમા રહે આગળ ને સુખમા રહે પાછળ, દોસ્તના પડછાયામા જ જાણે હોય છે એનુ ઠેકાણુ. 

  • महक दोस्ती की इश्क से कम नहीं होती , इश्क से जिन्दगी ख़त्म नहीं होती .
    अगर साथ हो जिन्दगी में अच्छे दोस्तों का , तो जिन्दगी स्वगँ से कम नहीं होती .

  • जमीन छुपाने के लिए गगन होता है
    दिल छुपाने के लिए बदन होता है
    शायद मरने के बाद भी छुपाये जाते है गम। 
    इस लिए हर लाश पर कफ़न होता है।

  • કોઇ હતુ મારી સાથે સાંજે, ગઇકાલ ની જ આ વાત છે,
    સાથે સાથે ચાલતા અમે, ગઇકાલ ની જ આ વાત છે,
    હાથ મા એમનો હાથ હતો, ગઇકાલ ની જ આ વાત છે,
    સાથ આપવાનો કોલ હતો, ગઇકાલ ની જ આ વાત છે,એ સાંજ મા વિશ્વાસ હતો, ગઇકાલ ની જ આ વાત છે,
    દુર સુધી તારો સાથ હતો, ગઇકાલ ની જ આ વાત છે,
    થયો ક્યારે સુર્યાસ્ત ને ઘેરાઇ અંધારી આજની રાત,
    છળ કરી ગઇ આપણી સાથે અંધારી આજની રાત,
    હાથ ઝુટંવી ગઇ તારો મુજથી અંધારી આજની રાત,
    વહેમ ભરી ગઇ બંને ના મનમાં અંધારી આજની રાત,
    ભુલ્યો નથી તને ના થયો તારી પ્રિત થી હુ "અન્જાન",
    બસ જોઉ હવે તુજમાં ક્યારે થાય સુર્યોદય એની જ વાટ.

  • શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
    મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
    ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
    તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.
    કેવા ઝઘડા આપણે કરતા હતા,
    યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !
    બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !
    આપણા જીવનનો સાચો ક્યાસ છે.
    વીતી, વીતે , વીતશે તારા વગર
    એ પળો જીવન નથી, ઉપહાસ છે.
    હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
    તકલીફોના કાયમી ઉપવાસ છે.
    એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
    એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.💥


  • તમે મન મૂકી વરસો,ઝાપટું આપણને નહિ ફાવે.

    અમે હેલીના માણસ માવઠું આપણને નહિ ફાવે. 
  • વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
    હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
    – હરીન્દ્ર દવે
    ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
    હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ!
    – રમેશ પારેખ
    પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
    ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !
    – મુકુલ ચોકસી
    દરિયો જરાય દૂર નથી, દરિયો આ રહ્યો
    – એ વહેમમાં સદા રણે ઉભા રહ્યા છીએ.
    – અમ્રુત ‘ઘાયલ’
    જે નથી તારું તું એને પામવાના મોહમાં,
    જે બધું તારું છે એ ત્યાગી મને ભરમાવ ના.
    – અશરફ ડબાવાલા
    મારી કલમમાં ક્યાં એટલા હામ હતા, કે હું લખું ગઝલ,
    આ તો તમારું નામ બોલ્યો,ને અંતરમાંથી ઉમટી ગઝલ.
    - શૈલ્ય
    આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ
    ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ
    – રમેશ પારેખ
    મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,
    કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !
    – બેફામ
    હવે સ્થાયી થવાનું હું વિચારું છું,
    તમારી ડાયરીમાં કોરું પાનું છે ?
    – પ્રતીક ઝોરા (સ્વરચિત)
    બેફામ તોય કેટલુ થાકી જવુ પડયુ,
    નહી તો જીવન નો માર્ગ છે ઘર થી કબર સુધી.
    - બેફામ
    આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી,
    જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલાં ક્યાં મળે ?
    – યામિની વ્યાસ
    શ્રધ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ સુધી મને,
    રસ્તો ભૂલી ગયો ને દિશા ફરી ગઇ.
    – ગની દહીંવાલા
    લાખ વર્ષો બાદ લાગી બદદૂઆ ડૂબનારની,
    સાગરો સુકાઇ જઇને રણ બિચારા થઇ ગયાં.
    - બેફામ
    ઈશ્ક પર ઝોર નહિ હૈ યહ વો અતિશ ગાલીબ,
    જો જલાયે ના જલે બુજાયે ના બને.
    – ગાલીબ
  • કહું છું જવાનીને, પાછી વળી જા
    કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે
    મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
    પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે
    મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
    કાલે જ મેં કોઇને માશુક કહી છે
    ફરી પાછા મળશું પાગલ થવાને
    હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે
    મુહોબ્બત તો મારો હક છે જનમનો
    સાકી હતો ને રહ્યો છું સનમનો
    ઘડપણને કહું છું કે માફી દઇ દે
    મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે
  • શાને અમોને તાર તાર કરો છો?
    ઘા લાગણીના જોરદાર કરો છો?
    યાદો મહી કેવી તરસને ભરીને
    ઝાકળ સમા અડકીને પ્યાર કરો છો
    સ્હેતી રહું છું મૌન તારું મજાનું
    વાતો કરી મીઠીને ઠાર કરો છો
    દિલનો ખૂણૉ કાફી છે આપના કાજે
    દિલથી નયનમા કેમ ભાર કરો છો?
    રગમા છે રઢ વૈરાગની,ને તમે તો
    દિલની દવાથી સારવાર કરો છો
    આંખે ભર્યુ છે વિશ્વ આપનુ આખુ
    મારી છબીમાં આખ ચાર કરો છો
    કાવ્યો ગઝલના શબ્દથી શું ભળીએ?
    શબ્દો વડે બેફામ ઘાર કરો છો
  • જીવનનો મધ્યાહન છતાં સાંજ શોધું હું શાને?
    સાગર મધ્યે પ્હોંચ્યા છતાં સાહિલ શોધું હું શાને?
    ખળખળ વહેતું નિર્મળ ઝરણું સાગર શોધે એ શાને?
    મનનું હરણું દોટ મૂકે વિસામો શોધે એ શાને?
    રાજમારગની બની કેડીઓ, કેડીએ કંટકો શાને?
    નિર્જન મારગ એક લાચારી, શોધું હું સંતો શાને?
    રાધા ગોરી કાન છે કાળો, રંગ નીરાળા શાને?
    અંત વિનાનાં અંધારા જગમાં આતમ દિવડા શાને?
    ચાંદલીયા તારલીયા સંગે રમતો હું નશ્વર શાને?
    બ્રહ્મ મુહુર્તમાં આંખો ખોલી શોધું હું ઇશ્વર શાને?
    -------- કમલેશ સોનાવાલા
  • અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
    ચડનારા કોઈ નો મળ્યા હો.. જી..
    અમે દાદરો બનીને ખીલા ખાધા રે..
    તપસ્યાના ફળ નો મળ્યા હો.. જી..
    માથડા કપાવી અમે ઘંટી એ દળાણાં ,
    ચૂલે ચડ્યા ને પછી પીરસાણા રે..
    જમનારા કોઈ નો મળ્યા હો.. જી..
    રાહ બદલાવ્યા અમે પથિકો ને કાજે,
    કેડો બનીને જુગ જુગ સુતા રે…
    ચાલનારા કોઈ નો મળ્યા હો.. જી..
    કુહાડે કપાણા અમે આગ માં ઓરાણા,
    કાયા સળગાવી ખાક કીધી રે
    ચોળનારા કોઈ નો મળ્યા હો.. જી..
    પગે બાંધ્યા ઘૂઘરા ને માથે ઓઢી ઓઢણી,
    ઘાઘરી પહેરીને પડ માં ઘૂમ્યા રે
    જોનારા કોઈ નો મળ્યા હો.. જી..
    સ્વયંવર કીધો આવ્યા પુરુષો રૂપાળાં,
    કરમાં લીધી છે રૂડી વરમાળા રે
    મુછાળા કોઈ નો મળ્યા હો.. જી..
    ” કાગ ” બ્રહમલોક છોડ્યો પતિતોને કાજે,
    હેમાળેથી દેહું પડતી મેલી રે
    ઝીલનારા કોઈ નો મળ્યા હો.. જી..
    - દુલા ભાયા ‘કાગ’
  • ના તને ખબર પડી, ના મને ખબર પડી,
    કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
    કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
    ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
    બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,
    આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
    શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
    મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
    હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
    મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.
    ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં
    બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;
    મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયે
    મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
    મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
    તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.
  • કોઇ આકાશ ને જાણ કરજો એક સાંજ ખોવાઇ છે,
    ક્યાક નજરે ચઢે તો યાદ એને મારી આપજો,
    દુર ક્ષિતિજ મા ક્યાક સાથે વાતાવી હતી પળો આપણે,
    ક્ષિતિજ પાસે યાદગીરી ની એ પળો માંગી આપજો,
    હોય જો હવા ને યાદ તો એની તસવીર બતાવજો,
    પવન પાસે થી સાંજ ની મહેક જરુર લાવી આપજો,
    સાંજ ની યાદ તડપાવે છે રોજ આ હદય ને મારા,
    એવો સંદેશો કોઇ જો ક્ષિતીજ જેવુ મળે તો આપજો,
    મળે જો સાંજ જેવુ તો એને મારી ગઝલ સંભળાવજો,
    "અન્જાન" બની ફરી એકવાર પરીચય આપજો.
  • અટકશે ક્યાં જઈને આ જમાનો, 
    વખત આથી ય શું ભારે થવાનો,
    .
    જનમ આ માનવી કેરો મળ્યો વરદાનરૂપે કે -
    ખુદાએ લાગ ગોત્યો છે સજાનો ?
    .
    હૃદયની લાગણીઓ, પ્રેમ ને વિશ્વાસ – સંબંધો,
    થશે અંજામ શું આખર બધાનો ?
    .
    બધું ભૂલી જવું છે દોસ્ત મારે, બોલ શું કરવું ?
    અનુભવ છે અહીં કોને નશાનો,
    .
    હજારો વેદનાઓ મેં છુપાવી છે હૃદય માંહે,
    મળે ક્યો આદમી આવા ગજાનો..
    .
    અનોખી આપણી મહેફિલ અને અંદાજ નોખો છે,
    મળ્યો છે માંડ આ મોકો મજાનો,
    .
    અમે તો “પાર્થ” હૈયું ઠાલવી બેઠાં ગઝલરૂપે,
    ન રાખો આજ કોઈ ભેદ છાનો..
  • તારી શેરીમાં તૂ નથી તો શહેર સૂનો છે,
    ચોક, ડેલી, ઝરૂખે, મારી નજ઼ર શોધે છે.
    તારા અધરોથી મધુર મદીરા વહી'તી ક્યારે,
    મારૂ બેજાન હ્રદય એજ અધર શોધે છે.
    તારી બસ હાજરીથી મહેફિલોમાં શમા જલે,
    શાયરો સદિયોથી બસ એજ હુનર શોધે છે.
    તારી રૂખસત થઇને ગામમાં માતમ છાયો,
    ખબરીઓ તારી આવવાની ખબર શોધે છે.
    વિરહની અગ્નિમાં સળગીને કાયા રાખ થઇ,
    પ્રેમીઓ ફૂલ ચઢાવવાને કબર શોધે છે.
    તારી શેરીમાં તૂ નથી તો શહેર સૂનો છે,
    ચોક, ડેલી, ઝરૂખે, મારી નજ઼ર શોધે છે.
  • जिधर हम रहते है वो आशिकों का शहर है ज़नाब,
    यहाँ सवेरा सूरज से नही किसी के दीदार से होता है... 

  • સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ,
    સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ,
    ભેદ ભરમના તાણાવાણા હું પણ ખોલું તું પણ ખોલ.
    ક્યાંય નહીં અવચેતન જેવું વીસરાતાં ચાલ્યાં ઓસાણ,
    ઢોલ બજે અનહદના ભીતર હું પણ ડોલું તું પણ ડોલ.
    પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
    આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ હું પણ ખોલું તું પણ ખોલ.
    સાલ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
    હૈયા સોતું અમૃત ગળતું હું પણ ઘોળું તું પણ ઘોળ.
    મન મરકટ ની ચાલ જ ન્યારી; વણપ્રીછયું પ્રીછે કૈં વાર,
    પલમેં માસા પલમેં તોલા હું પણ તોળું તું પણ તોળ.
    શબ્દોના વૈભવની આડે અર્થોના બોદા રણકાર,
    ચેત મછંદર ગોરખ આયા હું પણ પોલું તું પણ પોલ.

  1. થઇ જશે ઉંઘ મારી પુરી
    જયારે અનંતની વાટ પકડશું,
    માંડ માંડ મળ્યાં છે દોસ્તો,
    થોડા ઉજાગરા કરવા દે,
    નથી કરવા નફા-નુકશાનનાં સરવાળા અને બાદબાકી,
    આજ મળી છે ખુશી,
    મને એના ગુણાકાર કરવા દે,
    મળી જેમને હું મારું અસ્તીત્વ પણ ખોઈ બેસું છું,
    એવા મિત્રો માં મને તારો સાક્ષાત્કાર તો કરવા દે,
    તારા દરબારમાં ખબર નથી
    કેવી હશે જિંદગીની મજા ઈશ્વર,
    પણ આજ તો જામી છે અહી સ્વર્ગ ની રંગત,
    માણવા દે,
    અંતે તો તારા જ શરણમાં આવવું છે હે ઈશ્વર,
    આજ મળેલા દોસ્તો સાથે થોડી ગુફ્તગુ તો કરવા દે,
    સાંભળ્યું છે બહુ લાંબી સફર હોય છે અનંતની યાત્રાની,
    મને રસ્તે વાગોળી શકું એટલું ભાથું તો બાંધવા દે.

  1. સુહાની સવાર કે ગુલાબી સાંજની શુ ચાહ,

ધોમધગતી આ બપોર મને તો ગમે છે,
મહોબ્બત ની હવે તો શુ હોય દિવાનગી,
એમની બેવફાઇ પણ મને તો ગમે છે,
દુનિયા ને જતાવી શરાફત શુ કરવાની,
એ આપે તો ઇલઝામ પણ મને ગમે છે,
આંખો તો અમસ્તી જ રડી પડે છે મારી,
એની ખુશી માટે દર્દ સહેવુ મને ગમે છે,
ચાંદની રાત મા બીક લાગવા માંડી છે,
અમાસ ની અંધારી રાત મને ગમે છે,
મુસ્કાન હોઠો પર બતાવી છેતરુ સૌને,
એકાંત મા મન ભરી રડવુ મને ગમે છે,
જાણીતા જ અગર દગા ખેલતા હોય,
તો "અન્જાન" રહેવુ જ મને ગમે છે.


  • રણ ની રેત જેવી હતી આપણી મહોબ્બત,
    મુઠ્ઠી માંથી ધીમે ધીમે સરકતી જ ગઇ,

    આજે હાથ ખોલીને જોઉ તો જાણ્યુ કે,
    આ મુઠ્ઠી તો સાવ જ ખાલી થઇ ગઇ,

    આજીવન ના વાયદા ની વાત જ ક્યા,
    વર્ષ પણ ના થયુ ને પ્રિત ભુલાઇ ગઇ,

    વાંક તારો હતો કે ભુલો એમા મારી હતી,
    મુઠ્ઠી રેત અવિશ્વાસ ના રણ મા ભળી ગઇ,

    ફરી લંબાવી હાથ મા ભરુ રેત એ પહેલા,
    વાવાઝોડા સંગે એ રેત ક્યાક ઉડી ગઇ,

    મારા દિલ મા કોઇ સ્થાન તારુ લેશે નહી,
    ભલે હવે તુ કોઇ પરાયા ની થઇ ગઇ,

    રોજ ભમુ છુ કેટલાય "અન્જાન" ઠેકાણા,
    મુઠ્ઠી રેત શોધવી મારી જીંદગી બની ગઇ.
  • કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
    કારણ નહીં જ આપું કારણ મને ગમે છે…
    લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,
    ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે…
    જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
    એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે…
    ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
    જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે…
    હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
    દિવાનગી તણું આ ડહાપણ મને ગમે છે…
    આવી ગયાં છો, આં લૂછો નહીં ભલા થઇ,
    આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે…
    લાવે છે યાદ ફૂલો, છાબો ભરી ભરીને,
    છે ખૂબ મહોબતીલી, માલણ મને ગમે છે…
    દિલ શું, હવે હું પાછી દુનિયા પણ નહીં દઉં,
    એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે…
    હું એટલે તો એને વેંઢારતો રહું છું,
    સોગંદ જીંદગીના, વળગણ મને ગમે છે…
    ભેટ્યો છું મોતને પણ કૈં વાર જીંદગીમાં,
    આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે…
    ‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
    મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે…

  • मुझे जिन्दगी कि सच्चाई तब पता चली..
    जब रस्ते में पड़े फूलो ने मुझसे कहा,
    दुसरो को खुशबु देने वाले अक्सर..
    इसी तरह कदमो तले कुचले जाते है...

  • જિન્દગીની આ શોધખોળમા આખરે એક ઉત્તર જડ્યો, 
    શોધતો રહ્યો પથ્થરોમા ને "શ્યામ" રૂદિયામાથી મડ્યો. 

  • સ્ફૂરે સ્પંદન મનમાં, કુંપણ ખીલે મનમાં,
    તૂટે વરસાદ મનમાં, ભીંજાય લાગણીઓ મનમાં,
    તો'ય મન સાવ ખાલી.!
    ફૂટે સરવાણી મનમાં, વહે લાગણીઓ મનમાં,
    તૂટે બંધનો મનમાં, આવે પૂર મનમાં,
    તો'ય મન સાવ ખાલી.!
    ગાય વિહંગ મનમાં, નાચે મયૂર મનમાં,
    દોડે ઘોડાઓ મનમાં, સમાય સૃષ્ટી મનમાં,
    તો'ય મન સાવ ખાલી.!
    ઘૂઘવે સમુદ્ર મનમાં, આવી ઓટ મનમાં,
    શમી ગયા અભરખા, ડૂબે સઘળું મનમાં,
    એટલે મન સાવ ખાલી.!

  • સાંજના પાછો ઘેર આવું છું,
    દ્વાર મારું જ ખટખટાવું છું ..
    .. બીજું તો શું બહારથી લાવું ?
    ઊંચકી હું મને જ લાવું છું !!

  • "માં"
    માં એટલે એક મીઠો ઓડકાર,
    માં એટલે અણ દીઠો આવકાર.
    માં એટલે કકડતી ભુખમા રોટલો,
    મા એટલે અલખનો ઓટલો.
    માં એટલે હાલરડું મીઠુ ને પરીઓ ની વાતો,
    માં એટલે પ્રેમનું પીઠું ને સ્નેહની સૌગાતો.
    માં એટલે ઈશ્વર, અલ્લાહ રહીમ ને રામ,
    માં એટલે કાશી, કાબા અને ચારેય ધામ.
    માં એટલે ધગધગતા કોળીયા ની હુંફાળી ફુંક,
    માં એટલે જીવન શીખવાની સુવાળી બુક.
    માં એટલે ફુલોની સુવાસ શબ્દોનો શ્વાસ,
    માં એટલે અંતરની આશ,
    દલડાનો વિશ્વાસ.
    માં એટલે દલડુ ખોલીને થતી વાત,
    માં એટલે સઘડુ બોલીને થતી વાત.
    માં એટલે મરુથલનું મીઠું એક ઝરણું,
    માં એટલે શ્રધાથી તરતું એક તરણું.
    માં એટલે પ્રભુતા ક્ષમતા ને મમતા,
    માં એટલે લઘુતા, ગુરુતા ને શમતા.
    માં એટલે where Everything is fare,
    માં એટલે E is equal to MC square.

  • સમજણ (સમાજ નો એન્ટી વાયરસ)
    ચેસ રમો છો , ચેસ ની ચાલ સમજો ,
    દેશી ઓ જાગો , વિદેશી ની ચાલ સમજો ,
    પાયદળ ની લાલચ આપી વજીર ખાશે સમજો 
    વિદેશી મુદ્રાની લાલચથી સંસ્કૃતિ ખાશે સમજો,
    સંસ્કૃતિ નાં રાજા પર આવતા ચેક ને સમજો ,
    ઘરની મહિલા પર બહારના ની નજર સમજો ,
    ઘરની મહિલાને સંસ્કાર ની ગંગોત્રી સમજો ,
    પતિ ને તું તડાક થી બોલાવું પ્રેમ નથી સમજો ,
    પોતા ને ઠીક પડે તે કરવું સાચું નથી સમજો ,
    સાચું કરવું તે સંસ્કાર છે તે સમજો ,
    કહેવાવાળા છે સાંભળવાવાળા ઓછા સમજો ,
    સંસ્કૃતિ નાં દુશ્મનો વંઠી ગયા સમજો ,
    પ્રેમ નાં નામે ટુંકા લગ્ન જીવન ને સમજો ,
    દેશ ના અપશબ્દ , વિદેશ માં હકીકત ને સમજો ,
    સફળ લગ્ન માટે પ્રેમ કરતા સમજણને સમજો ,
    દેશ માં કેટલા ભાઈ બેહેન તેમ પૂછો ,
    વિદેશ માં કેટલા માબાપ છે તેમ પૂછો ,
    આટલા નાના ફરક ને ધ્યાન થી સમજો ,
    હિપ્પી ની વિકૃતિ દેશ માથે નાખી સમજો ,
    ચેસ રમો છો , ચેસ ની ચાલ સમજો ,
    દેશી ઓ જાગો , વિદેશી ની ચાલ સમજો !!!

  • સોના રૂપાના મહેલમાં તુજને કોઈ વાત સતાવે છે ,
    સખા આ ઉદાસ તારો ચહેરો કઇક વાત છુપાવે છે !
    તે સમતે શ્રી કૃષ્ણ આંસુને સારતા બોલ્યા। .....
    ઓધાજી અમને ગમતા નથી મથુરાના રાજપાટ
    ગોકુળિયું ગામ અને નંદ યશોદાનો પ્રેમ યાદ આવે છે !!


  • એકાએક પાનખરમા વસન્ત ખીલી ગઇ,
    વરસોથી તરસ્યા દિલને વીરડી મળી ગઇ,
    નહોતી ખબર મને કે આમ જ પલટાઇ જશે જિન્દગી, 
    ખાલી પડેલી આ જિન્દગીમા પ્રેમની રઙત ભળી ગઇ. 

  • એક પળ ને પણ વિંધાવા ના દિધી છતાં આજે સમય જ લોહીલુહાણ મળ્યો,
    સવાર ના ગુલાબી તડકે મહોબ્બત કરી ને આજે મધ્યાહન ધધખતો મળ્યો,
    યાદ કર જરા એ સમય બેઉ ના હદય મા જ્યારે પ્રેમ કેરો ફણગો ફુટ્યો,
    સિંચન ને માવજત કરી તો વરશે એમાંથી બેવફાઇ નો વેલો નીકળ્યો,
    સિંચન ને માવજત કરી તો વરશે એમાંથી બેવફાઇ નો વેલો નીકળ્યો,
    મારા મન ની હાલત શુ જાણે એને શોખ મારા થી વ્હાલો નીકળ્યો,
    ફરીયાદ એની પણ શુ કામ કરુ જ્યારે પ્રેમ મારો જ અધુરો નીકળ્યો,
    આજ ભલે તડકો હજી ધોમધખતો હજી સાંજ નો વારો બાકી રહ્યો,
    બેવફાઇ ના વેલા વચ્ચે પણ વિશ્વાસ નો એક છોડ સલામત રહ્યો,
    લોહીલુહાણ સમય ની વચ્ચે પણ એક કાંટો ગતિમાન રહ્યો,
    તુટેલા દિલ મા પણ તારા પર એક "અન્જાન" ભરોશો કાયમ રહ્યો.


  • રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં 
    વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
    સાંજ ને સવાર નિત નિંદા કરે છે 
    ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!
    વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી
    કે ખાલી બેડાની કરે વાત;
    લોકો કરે છે શાને દિવસ ને રાત
    એક મારા મોહનની પંચાત?
    વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે,
    કેમ અલી! ક્યાં ગઇ’તી આમ?
    રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
    વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
    કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ?
    એની પૂછી પૂછીને લિયે ગંધ;
    વહે અંતરની વાત એ તો આંખ્યુંની ભૂલ
    જોકે હોઠોની પાંખડીઓ બંધ.
    મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ;
    રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!


  • મીટ માંડીને ઊભો છે ધરતીનો લાલ....
    અય ખુદા હવે તો કર કંઈક કમાલ..!!
    સૂકાણાં વન, ધરતી બની તપીને લાલ,,
    અય ખુદા હવે તો કર કંઈક કમાલ..!!
    તપે ધરતી અને તપે ધરતીનો લાલ,,
    અય ખુદા હવે તો કર કંઈક કમાલ ..!!

  • અમે તોહ બેઠા તા ચાંદાના ભરોસે,
    ક્યાં ખબર હતીકે તારાઓની એ જરૂર પડશે
    ઘટા છવાશે વાદળોની ત્યારે સૌથી પેહલો ચાંદો જછુપાઈ જશે...

  • કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,
    કેટલાયે મારી જેમ મજબૂરીથી ચલાવે છે.
    કોઇ એને જઇને જરૂરથી આટલું કહેજો,
    કે એની યાદો મારી ધડકન ચલાવે છે."

  • "વગર માંગે ઇશ્વરે બધુ આપી દિધુ છે
    નીચે વિશાળ ધરતી ઉપર આકાશ આપી દિધુ
    જ્યારે મે પુછ્યુ હુ જીવીશ કોના આધારે,
    ત્યારે
    એમણે તમારા જેવા "મીત્રો નુ નઝરાણુ" આપી દિધુ

  • સોનેરી એક સાંજની આ વાત લાવી છું.
    તારા મઢેલી રાત સમી આશ લાવી છું.
    સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
    ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.
    હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
    ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.
    પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
    સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.
    ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
    સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.
    મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
    પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું….

  • બકુલેશભાઈ ની પંક્તિ પરથી તરહી....
    -મન થી મન માં આથડી બેઠા..
    એક જણની સભા ભરી બેઠા ..
    -આંખના આંસુએ હલી બેઠાં..
    સૌ ખુલાસા પછી ઠરી બેઠા..
    -દિલમાં હળવેકથી ઘુસી જઈને.. 
    દિલના માલિક જ એ બની બેઠા ..
    -ઉઠતા સત્તર સવાલ જેના પર ..
    એ જ પળ ને ફરી સ્મરી બેઠા ..
    -થઇ ને ઝાકળ ફૂલો ઉપર જો તો ..
    સૂર્યના આંસુ ખાનગી બેઠા ..
    -હાથ લાંબો કરી શકાશે કેમ ?
    એ જ સંકોચે આખરી બેઠા ..
    -એકલા આવવું -જવું છે તો ..
    એકડો ઘુંટવા ફરી બેઠા ..
    -ક્યાં રમું છું હું?થઇ ખબર તો લ્યો..
    બાજી ખુલ્લી જ પાથરી બેઠા ..
    -રોજ ભીતર સવાર ઉગતી જોઈ..
    આજનો સૂર્ય વાપરી બેઠા ..
    -જાણું છું કે ઉગીશ પાછો હું ..
    લોક સમજે છે કે આથમી બેઠા ..

  • વ્યથાઓ ની કથાઓથી
    ધધકતી છે ધરા સારી,
    વ્યથા મારી વ્યથા તારી
    રચાવે છે ગઝલ સારી.
    બને શબ્દ એ ભારી
    વ્યથામાં ડૂબકી મારી.
    સુણાવે છે એ જયારે
    કથા તારી કથા મારી.
    લખાય છે લોહીથી શબ્દો,
    ઘવાઈ જયારે કલમ મારી.
    સહાસે શું આ કાગળ થી?
    વ્યથાની આ ચિનગારી.
    સહારો છે સહારો દે,
    બની ને પ્રેરણા મારી.
    તડપતા પ્રતેક પ્રેમીને,
    જીવાડે છે ગઝલ મારી.


  • મન મુકી તારા પર વરસવાનું મન થાય..
    ભીંજ્વી તને ખુદ ભીંજાવાનુ મન થાય..
    હાથમાં રાખી હાથ નજીક બેસવાનું મન થાય..
    ને તારા જ સ્પર્શ થકી મહેંકવાનું મન થાય..
    તારા જ રંગે રંગાવાનું મન થાય..
    ને પછી,તારામાં જ ભળી જવાનું મન થાય..
    ફક્ત તને એક ને જ પામવાનું મન થાય..
    ને માઋ તારે કારણે જ મને જીવવાનું મન થાય .


  • બની સિતારો નભ થી 
    ખરવુ નથી મારે
    દુનિયા ની ધમકી થી
    ડરવુ નથી મારે
    કિનારો ના મળે તો
    ભલે ના સહી
    ડૂબાડી બીજા ને ક્યારેય
    તરવુ નથી મારે
    મહેનત નુ જેટલુ મળે છે
    તેનાથી સંતોષ છે
    ખિસ્સુ વ્યર્થ કમાણી થી
    ભરવુ નથી મારે
    દુખ મારુ અંગત છે
    સહી લઇશ હુ ખુદ
    કહી ને બીજા નુ ચેન
    હરવુ નથી મારે આવવુ હોય તો આવીજા
    મોત એક જ ઝાટકે
    આમ તુટક તુટક જીવી ને
    મરવુ નથી મારે




  • છુ ગુજરાતી, ચપટી ગળપણ દરેક શાકમા નાખુ છુઁ,
    એ જ શિરસ્તો,હુ હમેશા વાણીમાઁય રાખુ છુ..!!
    .
    કઠણ સંજોગો આવે તો, સુકા ચણા ફાકુ છુ,
    જીવનની ગતિને તોય હુ અશ્વ જેવી રાખુ છુ.!
    .
    ઓછી આવકેય દરિયાવ થઇને, મન મોટુ રાખુ છુ,
    આંગણે આવે કોઇ તો,ન કદી હુ એને ધુત્કારુ છુ.!
    .
    નાત-જાત,ધર્મના નામ પર સહિષ્ણુતા રાખુ છુ,
    વારસ છુ હુ બાપુનો,સત્ય અહિંસામા માનુ છુ.!
    .
    વેપાર કાજે દેશ દેશાવર ખેપ સદા મારુ છુ,
    રહુ ગમેત્યાઁ,માહ્યલો તો હુ એજ ગુજરાતી રાખુ છુ....!


  • ચોવીસ કેરેટની શુધ્ધતા નો હોલમાર્ક ભલે ના હોય...પણ..
    સો ટચ ની લાગણીઓ થી તરબતર થયેલો ખાલી એક દોસ્ત..
    તમારી જોડે હોયને તો..દુનિયાભરનાં..
    સૌથી ધનવાન વ્યક્તિઓના લીસ્ટ માં
    તમારું નામ જાતે જ ઉમેરી દેવાની તમને છૂટ છે..!!




આજે સવારે ફરી એકવાર ઝાકળ તડપી છે,
આંખો થી લઈને રીસામણા ફરી નીકળી છે,

કહાની ખુદ એક ગઝલ ગોતવા નીકળી છે,
આશિકી મળવા બેવફા ને એવી તડપી છે,

આંસુ થી ચહેરા પર તારી તસવીર દોરી છે,
તારી નફરત ને પણ આંસુ થી શણગારી છે,

દરેક શ્વાસ મા તારી જ યાદો ને સમાવી છે,
તારી બેવફાઇ ને પણ દિલ થી વધાવી છે,

મંઝીલ વિનાની રાહે હવે સફર ચલાવી છે,
એમ કરી તને ચાહવા ની સજા લંબાવી છે,

જ્યારથી મારી પ્રિત ને તમે તહોમત આપી છે,
ત્યારથી "અન્જાન" થઇ અમે જીંદગી વિતાવી છે.

  • दोस्ती वो नहीं जो जान देती है,
    दोस्ती वो भी नहीं जो मुस्कान देती है,
    अरे सच्ची दोस्ती तो वो है..
    जो पानी में गिरा हुआ आंसू भी पहचान लेती है |

ટિપ્પણીઓ

  1. અરે વાહ!!! આપના બ્લોગ પર આવી એવું જાણે લાગ્યું કે ઝરણું શોધતા શોધતા અમે સમુદ્રને મળી ગયા... આભાર.. ઘણું વાંચવાની મઝા આવી સાહેબ.. અભિનંદન સાથે આપનો ખૂબ ખૂબ આભાર

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ